Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં હાઇટેન્શન લાઇન પર ચડતા વાનરોને કરંટ લાગવાથી 8 વાનરોનાં મોત થયા.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે કપિરાજો માટે કાળમુખો દિવસ બની રહ્યો હતો. સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે કપિરાજોનું ઝુંડ હાઈટેન્શન લાઈન ઉપર ચઢતા વીજ કરંટ લાગતા આઠ જેટલા કપિરાજોએ જીવ ગુમાવ્યા હતા. નેત્રંગના મોટા માલપુર ગામે જેટકો વીજ કંપનીના 66 કેવી ટાવર લાઇન ઉપર આજરોજ સવારે કપિરાજોનું એક ઝુંડ ચઢી ગયું હતું. જોકે તેઓને આ અંગે સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેઓની આ સ્વાભાવિક હરકત કાળમુખી બની રહેશે. હાઇટેન્શન લાઇન પર ચડતા જ કપિરાજોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને અનેક કપિરાજો ઊંચાઈએથી ભોંય ભેગા પછડાયા હતા, જે પૈકી આઠ જેટલા કપિરાજોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જેટકો વીજ કંપનીના અધિકારીઓ તેમજ ગામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : આનંદ હોસ્પિટલમાં 20 બેડની સુવિધા અને આઈ.સી.યુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.

ProudOfGujarat

ઝઘડિયાથી અંકલેશ્વર આવતી મીની બસના પાછળનું ટાયર નીકળી જતા મુસાફરો અટવાયા.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!