હોળી ધૂળેટીનાં પર્વને લઈને નેત્રંગ ટાઉનનાં બજારોમાં નાનાં વેપારીઓએ પોતાની લારીઓ ગોઠવીને ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે. હોળી ધૂળેટીનો મહાપર્વએ ખાસ ભરૂચ જીલ્લાનાં પૂર્વ વિસ્તારમાં આવેલ આદિવાસી વિસ્તારમાં અતિ મહત્વનો તહેવાર માનવમાં આવી રહ્યો છે. આ તહેવારની ઉજવણી કરવા માટે ગમે ત્યાં વસતા આદિવાસી ભાઈઓ બહેનો પોતાના વતન ખાસ આવે છે. આ તહેવારની ઉજવણી દિવાળીના તહેવારની જેમ જ ઉજવવામાં આવતો તહેવાર છે. વતન આવતા આદિવાસીઓ તહેવારને અનુલક્ષીને ખરીદી કરતાં હોય છે. તૈયાર કપડાંથી લઈને અનેક જાતની ખરીદી કરવામાં આવે છે. જયારે નેત્રંગ બજારમાં હોળીનાં તહેવારોને લઈને નાનાં-નાનાં વેપારીઓએ પોતાની લારીઓમાં માલ ભરીને બજાર વિસ્તારમાં ગોઠવાઈ ગયા છે.
જેઓ ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે. હોળીનાં પર્વના માંડ ત્રણ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે બજારોમાં ગ્રાહકોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. બજારમાં પિચકારી, દાળિયા, ચણા, ધાણી, ખજૂર, કોપરા વગેરેની લારીઓ સાથે હોળી પર્વ નિમિત્તે પૂર્વ વિસ્તારમાં ઘઉંનાં લોટમાંથી બનાવેલ સેવ ખાવા માટેની પરંપરા છે. જેને લઈને ટાઉનનાં બજારોમાં સેવ વેચાણ કરતી લારીઓવાળા વધુ જોવા મળી રહ્યા છે. હોળી ધૂળેટીનાં પર્વને લઈને ગામે ગામ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદિવાસી ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
હોળી ધૂળેટીનાં પર્વને લઈને નેત્રંગનાં બજારોમાં નાનાં વેપારી દ્વારા પોતાની લારીઓ ગોઠવી અનેક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે.
Advertisement