પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણની સવારના સમયે ગાઢ ધુમ્મસ થઇ જતા નેત્રંગ તાલુકો હિલ સ્ટેશનમાં પરિવર્તિત થઇ ગયો હતો,અને ગમે ત્યારે કમોસમી વરસાદી માવઠું થવાની શક્યતાઓ જણાઈ રહી હતી,જેમાં નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બિલોઠી ગામ સહિત કેટલાક ગામોના સવારના સમયે વરસાદ પડતા ખેડુતો અને ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું,અને તેજગતિનો પવન ફુંકાતા રાબેતા મુજબ ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું હતું, જ્યારે કમોસમી વરસાદી માવઠાથી ઘંઉ,તરબુચ,તલ સહિત ખેતીવાડી વિભાગમાં ભારે નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા છે,અને સવારે ગાઢ ધુમ્મસ સાથે વરસાદ,બપોરના સમયે ભયંકર ગરમીનું તાપમાન અને રાત્રીના સમયે શિયાળાની ગુલાબી ઠંડીના ચમકારાથી ધરતીપુત્રોને એક જ દિવસમાં ત્રિવેણી ઋતુનો અહેસાસ થયો હતો.
નેત્રંગમાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદી માવઠું થયું.
Advertisement