તા.5 માર્ચ 2020 થી શરૂ થઈ રહેલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓની તમામ તૈયારીઓ નેત્રંગ કેન્દ્રનાં સંચાલકો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 95 ટકા દિવ્યાંગ બ્રિજેશ પટેલ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મંજૂરી આપીને નેત્રંગ કેન્દ્ર પર તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 ની વર્ષ 2020 ની 5 માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે નેત્રંગનો કેન્દ્ર નં.6117 હોઇ કેન્દ્ર પરથી તાલુકાની 10 શાળાઓમાંથી ધો.10 ની બોર્ડની પરીક્ષા કુલ 1311 વિદ્યાર્થીઓ આપશે. જેમાં (1) શ્રીમતી એમ.એમ.ભકત હાઈસ્કૂલ નેત્રંગના કુલ 435 (2) આદર્શ શાળા નેત્રંગના કુલ 132 (3) શ્રી નવરંગ વિદ્યા મંદિર મોટીયાણાના 199 (4) શ્રી સંસ્કાર ગુર્જરી વિદ્યા મંદિર ચાસવડનાં 147 (5) શ્રીમતી સવિતાબેન દેસાઇ હાઈસ્કૂલના 71 (6) શ્રી કેરવેલ હાઈસ્કૂલના 55 (7) સરકારી માધ્યમિક હાઈસ્કૂલ મૌઝાનાં 78 (8) શ્રી સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ઢેબારના 52 (9) શ્રી નવરંગ વિદ્યામંદિર જેસપોરના 99 (10) શ્રી સાંદીપની શાળા નેત્રંગના 43 આમ તાલુકાની શાળાઓમાંથી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 1311 વિદ્યાર્થીઓ આપશે. જયારે ધોરણ 12 માટે (1) શ્રીમતી એમ.એમ.ભકત હાઇસ્કૂલના 340 (2) શ્રી નવરંગ વિદ્યામંદિર મોટીયાણાના 124 (3) શ્રીમતી સવિતાબેન દેસાઇ શાળાના 89 (4) સરકારી માધ્યમિક હાઈસ્કૂલ મૌઝાનાં 47 (5) શ્રી નવરંગ વિદ્યામંદિર જેસપોરનાં 92 (6) શ્રી નવ ચેતન વિદ્યામંદિર ગુંદીયાનાં 57 મળી કુલ 6 શાળા 749 વિદ્યાર્થીઓ નેત્રંગ કેન્દ્ર પરથી બોર્ડની પરીક્ષા આપશે. નેત્રંગ ટાઉનનાં ગાંધીબજાર વિસ્તારમાં રહેતા પટેલ ભરતભાઇ અંબુભાઇનો એકનો એક પુત્ર જન્મથી જ 95 ટકા દિવ્યાંગ હોય જેણે ઘર નજીક આવેલ પ્રાથમિક શાળામાં વર્ષ 2013 સુધી 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ચાલુ વર્ષે તેને ધો.10 ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા વ્યકત કરતાં પરીક્ષા સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ બોર્ડ ગાંધીનગર પાસે કેન્દ્ર બદલી બાબતની અરજી કરતાં દિવ્યાંગ બ્રિજેશ પટેલ પરીક્ષા આપી શકે તેને ખાસ ધ્યાન પર લઈને ગાંધીનગર બોર્ડ દ્વારા ખાસ કિસ્સામાં નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવતા તે પણ નેત્રંગ કેન્દ્ર પરથી ધો.10 ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા પૂર્ણ કરશે.
નેત્રંગ : 95 ટકા દિવ્યાંગ બ્રિજેશ પટેલ માટે નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની ખાસ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી.
Advertisement