પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ વનવિભાગ આર.એફ.ઓ સરફરાઝ ઘાંચી અને ઉમરપાડા વનવિભાગ એન.એમ વરમોરાને રાત્રીના અંધકારના સમયે પિંગોટથી રાજવાડી થઇને ખેરના લાકડા ભરેલા આઇસર ટેમ્પો પસાર થઇ રહ્યાની ચોકકસ બાતમી મળતા નેત્રંગ-ઉમરગામ વનવિભાગે આઇસર ટેમ્પાનો પીછો કરતાં ઉમરપાડા તાલુકાના સુતખરડા ગામે પકડી પાડયો હતો,જેમાં ખેર ઇમારતી લાકડા નંગ-૬૩ જેની કિંમત ૫૦,૦૦૦,આઇસર ટેમ્પાની કિંમત ૪,૦૦,૦૦૦ સહિત નરેશ મુળજી વસાવા (રહે,ફોકડી)ને પકડી નેત્રંગ વનવિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, ત્યાં ખાતાકીય જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી હતી.
Advertisement