પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ લાલમંટોડી વિસ્તારમાં રહેતા દિલીપસિંહ નરપતસિંહ અટોદરીયા છેલ્લા પાંચ-છ વષૅથી મગજના નસની બિમારીથી પીડાત હતા,જેઓ પહેલા ભારતીય સેનામાં અને ઝઘડીયા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી ચુક્યા હતા,પોતાના મિત્રને મગજના નસની બિમારીથી પીડાતા હોવાથી ઉવેશ ખત્રી અને પરિવારના સભ્યો અંકલેશ્વર,સુરત,વડોદરા,અમદાવાદ સહિત દિલ્લી ખાતેના નામાંકીત ડોક્ટર પાસે લઇ જઇને પોતાના મિત્રને બિમારીથી સાજા કરાવવા રાત-દિવસ દોડધામ કરતાં હતા,પરંતુ ભગવાન સામે કોનું ચાલ્યું છે,અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ દિલીપસિંહ અટોદરીયાનું અકાળે કરૂણ મોત નિપજતાં પરિવારના સભ્યો અને ઉવેશ ખત્રીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી,વૈદિક મંત્રોચ્ચાર સાથે પોતાના મિત્રની અંતિમક્રિયા કરાવી હતી, જ્યારે બીજી બાજુએ પોતાના મિત્રની આત્માને પ્રભુ શાંતિ આપે અને તેની અમર યાદમાં ઉવેશ ખત્રીએ હિન્દુ સમાજમાં કોઇનું અકાળે મૃત્યુ થાય ત્યારે ખુબ જ જરૂરી એવી બે નનામી નેત્રંગ ગ્રામ પંચાયતને ભેટ કરતાં સમગ્ર વિસ્તારની પ્રજામાં કોમી એકતાના દર્શન કરાવ્યા હતા,ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં CAA, NPR, NRC ના સમથૅન અને વિરોધ માટે પ્રદશૅનો થઇ રહ્યા છે,તેવા સંજોગોમાં હિન્દુ મિત્રના અવસાન બાદ તેની યાદમાં મુસ્લિમ મિત્રએ બે દાન કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.
નેત્રંગમાં મુસ્લિમ મિત્રએ હિન્દુ મિત્રની યાદમાં ગ્રામ પંચાયતને બે નનામી દાન કરી.
Advertisement