Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના ચાસવડ ગામેે ગમખ્વાર અકસ્માત : ૩ સારવાર અર્થે ખસેડાયા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના સાંકરીથી બોલેરો પીકઅપ ગાડી નંબર-જીજે-૨૬-ટી-૭૩૯૦ માં મરઘા ભરીને પુરઝડપે ડભોઇ ગામેે જતાં હતા, જે દરમિયાન ચાસવડ ગામની પાસે સવારના મળસ્કેના ચારેક વાગ્યાની આસપાસ એકાએક બોલેરો પીકઅપ ગાડી રસ્તા ઉપરથી ઉતરી જઇને ઝાડ સાથે અથડાઇ હતી,

જેમાં સવાર ડ્રાઈવર-કંડકટર અને અન્ય એક વ્યક્તિને હાથ-પગ,મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા,પરંતુ વધુ સારવારની જરૂર અર્થે તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યારે અકસ્માતની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડયા હતા,અને બોલેરો પીકઅપ ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા,જ્યારે નેત્રંગ પોલીસેે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી.

ProudOfGujarat

બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!