પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનામાં પહેલા ૧૦૦૦ રૂપિયા જેટલું પેન્શન અપાતું હતું,પરંતુ જટીલ નિયમોના પ્રતાપે વિધવા બહેનોની ઉંમર ૬૦ વર્ષથી મોટી હોય,બે પુખ્તવયના સંતાનો હોય,મકાન કે જમીન હોવાથી મોટાભાગની વિધવા મહિલાઓ આ યોજનાથી વંચીત રહી જતાં દયનીય જીવન જીવવા માટે મજબુર બની જવા પામી હતી,જેમાં પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાના આ બાબતે ધ્યાને આવતા વિધવા મહિલાઓની વેદનાને વાચા આપવા માટે ભરૂચ જીલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે હાથ ધરી અને સંમેલન યોજીને વિધવા મહિલાઓની વેદના અને સમસ્યાઓ રૂબરૂ જઇ સાંભળી હતી,અને ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વિરાટ સંમેલન યોજી વિધવા સહાય યોજનાને સરળ બનાવવા માટે રાજ્ય સરકારમાં રજુઆતના પગલે સરકારે યોજનાને સરળ બનાવીને વિધવા મહિલાઓને દર મહિને રૂ.૧૨૫૦ વિધવા પેન્શન આપવાની મંજુરી અપાઇ હતી, જેમાં નેત્રંગ તાલુકાભરના ગામે-ગામની ૯૪૩ જેટલી વિધવા બહેનોએ યોજનાનો લાભ મેળવવા માટે મામલતદાર કચેરીમાં જરૂરી પુરાવાઓ સાથે લેખિત અરજી કરી હતી,જે પૈકી ૮૦૦ જેટલી અરજીઓને મામલતદાર દ્વારા ચકાસણી કરીને મંજુરી આપવામાં આવી છે,અન્ય બાકીના ફોર્મની ચકાસણીની કામગીરી ચાલી રહી છે,જ્યારે વિધવા બહેનોએ જે-તે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવાના હોઇ છે,અને વહેલી તકે ખાતા નહીં ખુલતા હોવાથી યોજનાનો લાભ મળી શકતો નથી,અને ધરમના ધકકા ખાવાની નોબત આવે છે,તેવા સંજોગોમાં નેત્રંગ મામલતદાર એલ.આર ચોધરીએ નેત્રંગ પોસ્ટ ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્ટરની મુલાકાત કરીને વહેલી તકે ખાતા ખોલવામાં આવે,અને યોજનાનો લાભ મળી શકે તેવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી,જેથી તાલુકાભરની વિધવા બહેનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
નેત્રંગ તાલુકામાં ૯૪૩ વિધવા સહાય યોજનાનાં ફોર્મ મામલતદાર ઓફિસમાં જમા થયા.
Advertisement