પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કવચીયા ગામ આવેલ છે,આ ગામથી રાજવાડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ભાથીજી ભગવાનનું મંદિર છે,ત્યાં ગ્રામજનોના સહયોગથી ભાથીજી મંદિરનું નિર્માણ થયા બાદ નિત્યક્રમ ભજન-કિર્તન અનેે પૂજાવિધિ કરવામાં આવે છે,અને આ મંદિરથી થોડા અંતરે લીમડાનું વૃક્ષ છે,જેમાં લીમડાના વૃક્ષના થળિયામાંથી છેલ્લા ચાર-પાંચ દિવસથી દુધ જેવું પ્રવાહી નિકળીને વહે છે,જેની ઘટનાની જાણ કવચીયા ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના રહીશો લીમડાના વૃક્ષના દર્શનાર્થે ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે,તેવું જાણવા મળ્યું છે,જ્યારે ભાથીજીના મંદિર પાસેના જ લીમડાના વૃક્ષમાંથી દુધ જેવું પ્રવાહી નિકળતા ભક્તોમા્ ભગવાન ભાથીજીના શ્રદ્ધામાં વધારો થયો છે,જ્યારે દર્શનાર્થે આવતા ભકતો દ્વારા દાનનો પ્રવાહ વધવાથી ભાથીજી ભગવાના દિવ્યભવ્ય મંદિરના નિર્માણની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નેત્રંગના કવચીયા ગામે લીમડાનાં વૃક્ષમાંથી દુધ જેવા પ્રવાહીની નિકળતી ધારાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
Advertisement