પ્રાપ્ત માહિત મુજબ ભાજપ શાસિત નેત્રંગ તા.પંચાયત કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાના આશયથી કોંગ્રેસ અગ્રણી સંદિપસિંહ માંગરોલા અને શેરખાન પઠાણની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરો ભારે સુત્રોચ્ચારો સાથે નેત્રંગ તા.પંચાયત કચેરીમાં ધસી આવ્યા હતા.
કોંગ્રેસી કાયૅકરોને પોલીસે અટકાવતા પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું. ટીંગાટોળી કરીને કોંગ્રેસી કાયઁકરોની પોલીસવાનમાં બેસાડી પો.સ્ટેશન લઇ જવાયા હતા. કોંગ્રેસ અગ્રણી સંદિપસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે, નેત્રંગ તા.પંચાયતના સત્તાધીશોએ રાજ્ય સરકારની ગ્રાન્ટ ચારથી પાંચ ગ્રા.પંચાયતોમાં ફાળવી ગ્રાન્ટનો દુરઉપયોગ કયૉ છે. નેત્રંગ તા.પંચાયતના પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કયૉ હતા. જ્યારે નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રાજય-કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટથી તાલુકાભરના ગામોમાં વિવિધ વિકાસના કામો થઇ રહ્યા છે. કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઇ ચુક્યું છે માત્ર વિરોધ પ્રદર્શન કરે છે. નેત્રંગ તા.પંચાયત કચેરીના કોંગ્રેસના ઘેરાવના કાયૅક્રમના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા.
નેત્રંગ તા.પંચાયત કચેરીનો ઘેરાવ કરતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.
Advertisement