Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની સગીરાને લગ્નની લાલચ આપી અપરહણ કરનાર ઈસમ દિલ્લીથી ઝડપાયો.

Share

નેત્રંગની સગીરાને અપરહણ કરનાર દિલ્લીથી ઝડપાતા જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગના જીનબજાર વિસ્તારમાં રહેતા એક પરીવારની સગીરાને પ્રદિપ રામમિલન પાંડેએ (રહે.કલ્યાણપુરી દિલ્લી) લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ સગીરાના માતા-પિતાને થતાં નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ કરતાં મામલો ગરમાયો હતો.

Advertisement

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને સીપીઆઇ બી.એમ રાઠવાએ હ્યુમન ઇન્ટેલીજંન અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા નેત્રંગથી સગીરાનું અપહરણ કરીને મુંબઇ અને દિલ્લીમાં અલગ-અલગ સ્થળે નાસતો ફરતો હતો. જેમાં દિલ્લીના ભજનપુરા વિસ્તારમાં સગીરા અને તેનું અપહરણ કરનાર ઇસમ કોઇક જગ્યાએ રહે છે તેવું જાણવા મળ્યું હતું. નેત્રંગ પોલીસની એક ટીમ તાત્કાલીક રાતોરાત દિલ્લી રવાના થઇ હતી ત્યાંથી બાતમી આધારે સગીરા અને અપહરણ કરનાર ઇસમ રંગેહાથે પકડાતા દિલ્લીથી નેત્રંગ પો.સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસતંત્રે અપહરણ કરનાર ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.


Share

Related posts

વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.

ProudOfGujarat

વડોદરા : બે મહિના પૂર્વે ચોરાયેલા દાગીનાની કારેલીબાગ પોલીસે ફરિયાદ નહીં નોંધી પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!