ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ અને સો ટકા આદિવાસી વસતિ ધરાવતા આંજોલી ગામમા રહેતી એક આદિવાસી દિકરીએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરતા આંજોલી ગામ સહિત સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવની સાથે આનંદની લાગણી ફરી વળી છે.
મળતી વિગતો મુજબ આંજોલીના વતની અને હાલ નેત્રંગ ખાતે રહેતા વસાવા ચુનીલાલ મગનભાઇની પુત્રી રક્ષાબેન ચુનીલાલ વસાવાએ ગુજરાત વિધાપીઠ અમદાવાદ ખાતે હિંદી વિભાગમાં પી.એચ. ડી.નો અભ્યાસ પુર્ણ કયોઁ છે. આ યુવતીએ મહાશોધ અંતર્ગત તૈયાર કરેલ નિબંધ ગુજરાત વિધાપીઠમાં રજુ કયોઁ હતો, જેને માન્યતા મળતા આ યુવતીનેે પી.એચ. ડી ની ડીગ્રી એનાયત કરવામા આવી હતી. નિબંધ તેણે ડો.શશિબાલા પંજાબીના માર્ગદર્શન હેઠળ પુર્ણ કયોઁ હતો.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ