નેત્રંગ નગરમા રેલ્વેની હદમા ગેર કાયદેસરના દબાણો દુર કરવા બાબતે આપેલ નોટીસો બાદ દબાણો દુર નહિ થતા તા. ૩૦ મી માર્ચના રોજ દબાણો દુર કરવાને લઇ રેલ્વેના પોલીસ વિભાગના જવાબદાર અધિકારીએ નેત્રંગ પોલીસ સાથે આ મુદે ચર્ચા વિચારણ કરી નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ સાથે બેઠક કરતા દબાણો દુર કરવાનો મુદો છેલ્લા ૪૮ કલાકથી ટોક ઓફધી ટાઉન બની ગયો છે. તો બીજી તરફ સ્થાનિક રહીશોની રેલ્વે પોલીસના અધિકારીને મુદત આપવા વિનંતી કરતા આ બાબત રેલ્વેના જવાબદાર અધિકારીના પાવરમા આવતો હોવાથી સરપંચ સહિત નગરના આગેવાનો મુલાકાત કરી મુદત માંગે તો વધારી આપે પણ ગમે ત્યારે આ દબાણો દુર થશેનુ જણાવી દીધુ છે.
નેત્રંગ નગરમા ગ્રામપંચાયત સેવાસદન સામે આવેલ રેલ્વે લાઇનની હદ વિસ્તારમા ગાંધીબજારથી લઇને જવાહરબજાર વિસ્તાર સુધીમા તેમજ ગીરધરનગર વિસ્તારમા ૧૯૯૪ થી બંધ પડેલ રેલ્વે લાઈનની હદ વિસ્તારમા સ્થાનિક રહીશો દ્વારા રહેઠાણના ધરોથી લઇને દુકાનો બંધી દીધેલ હોય. સદર રેલ્વે લાઇન છેલ્લા ૨૮ વર્ષ થી રેલ્વે વિભાગ દ્રારા પુન ચાલુ કરવાના કોઇ પણ અણસાર ના દેખાતા લોકો થકી બિનદાસ્તપણે રેલ્વેની હદની જાણ હોવા છતા ગેરકાયદેસર બાંધકામોનો સીલસીલો ચાલુ રાખેલ છે. તેવા સંજોગોમા ૨૮ વર્ષ બાદ રેલ્વે વિભાગને ગેરકાયદેસરના દબાણો દુર કરવાનુ ભુત સવાર થતા આશરે બે માસ પહેલા દબાણ કરતા ઓને નોટીસો આપ્યા બાદ રેલ્વે વિભાગ દ્રારા ૩૦ મી માર્ચના રોજ દબાણો દુર કરવાનુ નકકી થતા આજે તા. ૨૯ મી માર્ચના રોજ રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જી. પાંચાણી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ તેમજ આગેવાનો જોડે બેઠક કરી હતી. ત્યારે અધિકારીએ જણાવ્યુ હતુ કે ગમે ત્યારે દબાણો દુર થશે જ જેને લઇને સ્થાનિક રહીશોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ૪૮ કલાકથી ગેરકાયદેસર દબાણોનો મુદો ટોકઓફધી ટાઉન બની ગયો છે.
નેત્રંગમાં બંધ પડેલ રેલ્વે લાઈનની હદમાં થયેલ ગેરકાયદેસરના દબાણો હટાવવાની ચહલપહલને લઇ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ.
Advertisement