Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગમાં રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડાયો.

Share

નેત્રંગના દંપતિ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો ગાંજો પકડાયો છે. આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.45800/- નો મુદ્દામાલ ઝડપાયો છે. બે આરોપીઓની ધરપકડ કરી છે જયારે એક ઈસમ નાસી જતાં તેને એસ.ઓ.જી. નર્મદા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતાં વ્યાપ અટકાવવા માટે એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝૂબેશ) રાખવામાં આવેલ. જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આપેલ. તેને આધારે કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી. સ્ટાફના માણસોએ બાતમીનાં આધારે રાજેશભાઈ અભેસીગ વસાવા તથા પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવાની પત્ની (રહે.નેત્રગ, નોળિયા ફળિયા તા.નેત્રગ જી.ભરૂચ) ને પોતાના કબજા ભોગવટાની મો.સા.નંબર જીજે-૧૬ ઇ.ડી-૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો બે કિલોગ્રામ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે તથા ગાંજો આપનાર સાનુદાદા (રહે.ગંથા તા.કુકરમુંડા જી.તાપી) ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ઘરેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ : ચાર વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના જેસપોર ગામે એલસીબી ની રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!