Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ લાલમંટોડી પ્રા.શાળાના ઓરડાઓ જર્જરિત, બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર..

Share

પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે તેવા સુત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડીની પ્રા.શાળા જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે. ગરીબ પરિવારના બાળકો આવી શાળામાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે.

પ્રા.શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૨ બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં કુલ ૭ ઓરડાઓ આવેલા છે. જેમાંથી 3 ઓરડા જર્જરિત હોવાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જોકે આમ તો શાળામાં માત્ર બે જ ઓરડો સારો છે જયારે બીજા ઓરડા જર્જરિત હાલતમાં જ છે. શાળામાં ૩ સિન્ટેક્સના, ૨ પતરાવાળા અને ૨ ધાબાવાળા ઓરડા આવેલા છે. પતરાવાળા ઓરડાની છતના સિમેન્ટના પતરાઓમાં કાણા પડી ગયા હોવાથી ચોમાસાના સમયે પાણી ટપકે છે અને ધો-1 થી 8 ની સ્કૂલ હોવા છતાં માત્ર 4 શિક્ષકો જ છે જેથી લાલમંટોડીના ગરીબ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહયું છે. આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં. લાલમંટોડી નેત્રંગના લોકો દ્વારા અવારનવાર નેત્રંગ તાલુકાના TPEO ને જાણ કરવા જાય છે. પરંતુ તાલુકા શિક્ષણા અધિકારીની ઓફિસ કાયમ બંધ હોય છે તો શિક્ષણની સમયાનો ઉકેલ લાવવા રજુઆત કોને કરવી? એ સ્થાનિક લોકોની સમસ્યા બની છે.

Advertisement

Share

Related posts

‘સબ ચંગા હૈ’ ભરૂચ : જિલ્લા અને શહેરની જનતાને ખાડામય રોડમાંથી મુક્તિ અપાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રથમવાર અંક્લેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં બાયપાસનું સફળ ઓપરેશન…

ProudOfGujarat

નવા સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે સ્થાપિત થનાર સેંગોલ શું છે? જાણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!