નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા સૌરઉર્જા થકી વિજ વપરાશ માટે રૂપિયા એક લાખના ખર્ચથી પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસોમા લાઇટ બિલના નાણા ભરવામાંથી છુટકારો મેળવી રાહતનો દમ સત્તાધિશો લેશે. તો બીજી તરફ ગ્રામપંચાયત થકી કોમયુનીટી હોલના ધાબા પર સોલાર પેનલો ફીટ કરાવી વિજળી ઉત્પન્ન કરી આવક મેળવે તેવુ પ્રજામા ચર્ચાઇ રહ્યુ છે.
સરકાર દ્રારા સૌરઉર્જાનો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મુકી રહી છે. સૌરઉર્જા થકી વિજ મેળવી વિજ વપરાશ કરી વિજળીની બચત કરીએ અને સાથે સાથે નાણાની પણ બચત કરીએ એ બાબતને ધ્યાન પર લઇને રાજય સરકારની આ યોજનાનો લાભ નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી વી. ડી. વાજા એ ગ્રામપંચાયત ધર માટે વપરાતી વિજળીના બિલને ધ્યાન પર લઇને સરકાર તરફથી મળતા લાભને લઇને ૩ કી મેગા વોટ વિજળી મળી રહે તે માટે રૂપિયા એક લાખના ખર્ચથી સોલાર પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસોમા વિજ કંપની તરફથી વિજ વપરાશનુ મળતુ બિલ ભરવાની માથાકૂટમાંથી છુટકારો ગ્રામપંચાયત મેળવશે જેને લઇને નગરજનનોમા આનંદની લાગણી ફરી વળી છે.