Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈ ટી.સેલ ના જિલ્લા પ્રમુખ તરીકે નેત્રંગના બ્રિજેશ પટેલની વરણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના નાના છેવાળાના ગામડાઓ સુધીના પ્રત્યેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાના હેતુથી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે, આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચના સક્રિય રહેલા સભ્યો રાત દિવસ મદદરૂપ થઇ રહ્યા છે, નેત્રંગ તાલુકામાં આ મંચમાં તાલુકા પ્રમુખ પદે સેવા આપનાર બ્રિજેશ કુમાર ભરતભાઇ પટેલને તેઓના સેવાથી પ્રભાવિત થઇ સંગઠન દ્વારા તેઓને જિલ્લાના પ્રમુખ પદે તેમજ સંગઠન મંત્રી તરીકે બીરેનકુમાર પટેલની નિમણૂક કરવામાં આવતા સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

નરેન્દ્ર મોદી વિચાર મંચનું સુત્ર છે કે પેટ કો રોટી દેશ કો મોદીના સૂત્રને સાથર્ક કરવા કાર્યકરો આ સંગઠનમાં ઉત્સાહપૂર્વક પોતાનું કામ કરી રહ્યા છે, નેત્રંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સતત રાત દિવસ વિચાર મંચ થકી કામ કરતા બ્રિજેશ પટેલના અનેક સામાજીક કાર્યોના વખાણ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, સમસ્યાઓ નાની હોય કે મોટી તમામ બાબતો ઉપર આ મંચના સભ્યો ઝીણવટ ભરી રીતે પોતાની પરિણામરૂપી કામગીરી કરી નરેન્દ્ર મોદી વિચાર મંચને મજબુત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાના લોકો માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ થકી મદદરૂપ થવા બ્રિજેશ પટેલ તાલુકા પ્રમુખ પદેથી હવે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવતા જ તેઓના અને તેઓના સમર્થકોમાં આનંદ છવાયો છે સાથે જ આગામી દિવસોમાં જિલ્લાની જનતાના તમામ કાર્યોને પહોંચી વળવા તેમજ સરકારી યોજનાઓના લાભ મળે તે અંગે તેઓને સચોટરૂપે માહિતગાર કરવા આ સંગઠન કાર્ય કરવા જઇ રહ્યું છેઃ.


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

ProudOfGujarat

વાંકલ ખાતે સાયબર જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.

ProudOfGujarat

-ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો કેટલાય સ્થાનો ઉપર વરસાદ ના અમી છાટણા પડ્યા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!