પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર બની જતા રિકાર્પેટિંગ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કામલીયાથી ચીખલી રિકાર્પેટિંગ ડામર રસ્તો, ક્વચીયાથી ભાંગોરીયા રિકાર્પેટિંગ ડામર રસ્તો, કોયલી માંડવીથી હાથાકુંડી રિકાર્પેટિંગ ડામર રસ્તો, પિંગોટથી ખાંબી ડામર રસ્તો, વાથી મંડાળા રિકાર્પેટિંગ ડામર રસ્તો, તાડકંપનીથી બામલ્લા કંપની રિકાર્પેટિંગ ડામર રસ્તો, આટખોલ-કંબોડીયાથી રમણપુરા રિકાર્પેટિંગ ડામર રસ્તો, ગાલીબાથી વાલપોર રિકાર્પેટિંગ ડામર રસ્તો, ઢેબાર રિકાર્પેટિંગ ડામર રસ્તો, કોલીવાડાથી કોટીયામાઉ ડામર રસ્તો જેવા વિવિધ ૬ કરોડ ૬૪ લાખના રસ્તાનું ખાતમૃહત કરવામાં આવ્યું હતું. જેમાં ગામે-ગામના નવા ચુંટાયેલ સરપંચો-સભ્યોએ સાંસદ મનસુખભાઇ વસાવાનું ઉષ્માભેર સ્વાગત કયુઁ હતું. જ્યારે સાંસદે રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપી છેવાડા ગામના લાભાર્થીઓ લાભ લેવા માટે જણાવું હતું.
નેત્રંગ તાલુકામાં સાંસદે વિવિધ રસ્તાઓના રિકાર્પેટિંગ કામગીરીનું કર્યું ખાતમુહૂર્ત.
Advertisement