પ્રાપ્ત માહિત મુજબ આંધ્રપ્રદેશથી પ્લાસ્ટીકનો વેસ્ટ ભરીને અમદાવાદ જતી ટ્રકના ચાલકે ડેડીયાપાડાથી નેત્રંગ તરફ ઉપર રાત્રીના આવતો હતો.જે દરમ્યાન થવા ગામ પહેલા ઢીકી હનુમાનજીની ડેરી નજીક આવેલા નાળા ઉપર મસમોટા ખાડા પડી ગયેલા છે ત્યાંથી પસાર થતા ઉછળતા ચાલકનું ટ્રકનું સ્ટેરીંગ ઉપરનો કાબુ નહિ રહેતા પલ્ટી મારી ગયો હતો.જેમાં ટ્રકમાં ભરેલ સામાન તાડપત્રી તૂટી જતા સામાન વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અગાવ રસ્તા ઉપર પડેલ ગાબડાઓના લીધે કેટલાય અકસ્માતો થયા છે અને નિર્દોષોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગની ઊંઘ ઊડતી નથી. સત્વરે નેત્રંગ ડેડીયાપાડા રસ્તો યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તો વધુ અકસ્માત અને નિર્દોષોના જીવ બચાવી શકાય તેમ છે.
Advertisement