Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને બસ અર્પણ કરાઇ.

Share

કન્યા કેળવણીને ઉત્તેજન આપવા તેમજ વિદ્યાર્થિનીઓની સુવિધા અર્થે ગલેન્ડા વિલેજ ખાતે આવેલી એમ.આર.એફ. લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે CSR ફંડમાંથી રૂ.૨૩.૫૦ લાખના ખર્ચે ૫૦ સીટર બસ નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને અર્પણ કરવામાં આવી હતી, જેને ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

શાળાની બાળાઓ દ્વારા પૂજાવિધિ તથા રિબીન કાપી બસ સુવિધાને સેવા સમર્પિત કરવામાં આવી હતી. આ વેળાએ એમ.આર.એફ. પ્લાન્ટ હેડ સાજી વર્ગીસ, એમ.આર.એફ. કંપનીના એડવાઈઝર હરીશભાઈ જોષી, એન્જિનીયર હેડ શશિકાંતકુંવર, એચ.આર. હેડ વિક્કી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, શિક્ષણ નિરીક્ષક ડૉ. દિવ્યેશભાઈ પરમાર અને નિશાંત દવે, શાણકોઈ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલની 108 એમ્બ્યુલન્સ ટીમે સાપ કરડેલા બાળકને કૃત્રિમ શ્વાસ આપી બાળકના જીવ બચાવ્યો.

ProudOfGujarat

અમદાવાદમાં માણેકચોકના વેપારીનો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર

ProudOfGujarat

ભરૂચ તથા નર્મદા જિલ્લા માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૦૧(એક) જગ્‍યાની નિમણૂંક જોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!