Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ચાસવડ દુધ મંડળીના તમામ સભાસદોને રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસીનો મળશે લાભ…

Share

ચાસવડ દુધ મંડળીની વ્યવસ્થાપક સમિતિને એક વર્ષ પુર્ણ થતાં તમામ સભાસદોને રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસીથી સુરક્ષા-કવચ પુરૂ પડાવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં પશુપાલકો-દુધ ઉત્પાદકો માટે ચાસવડ ડેરી આશિવૉદરૂપ છે. ગત વર્ષ યોજાયેલ વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં આદિવાસી સમાજ સમર્પણ પેનલનો વિજય થયો હતો. ઇતિહાસમાં પ્રથમવાર ચાસવડ ડેરીમાં સત્તાનું સુકાન આદિવાસીઓના હાથમાં આવ્યું હતું. જેમાં પ્રમુખ કવિભાઇ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ સભાસદો- પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખીને વહીવટ કરતાં દુધના ભાવ પ્રતિ લીટરે રૂ.૩૦.૨૭ પૈસા રહેવા પામેલ છે. હિસાબી વર્ષ ૨૦૨૦-૨૧ નો ભાવફેર પ્રતિ લીટરે ૫.૧૫ પૈસા દુધ ઉત્પાદકોને ચુકવવામાં આવેલ છે. દૈનિક દુધ સંપાદન અંદાજીત ૪૭,૦૦૦ લીટર થવા પામેલ છે.

જેમાં મુખ્યત્વે ચાસવડ ડેરીના તમામ સભાસદોને પ્રોત્સાહન ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાસદોની રૂ.૨.૫૦લાખ ની ગ્રુપ અકસ્માત વિમા પોલીસીની રકમ વધારીને રૂ.૪ લાખ ની ગ્રુપ અકસ્માત વિમા પોલીસીની સાથે રૂ.૧ લાખની મેડીક્લેમ પોલીસી મળી રૂ. ૫ લાખની વિમા પોલીસી લેવામાં આવેલ છે. કર્મચારીઓ માટે રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસી થકી સુરક્ષા કવચ પુરૂ પાડવાનો અગત્યનો નિર્ણય કરવામાં આવતા સભાસદોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.જ્યારે પશુપાલકો માટે કે.સી.સી ધિરાણ યોજનાનો સભાસદ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, નવી ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટીને એક વર્ષ પૂર્ણ થતાં ચુંટણીમાં સભાસદોને આપેલ વચનો પૂર્ણ કરવા પ્રમુખ-ઉપપ્રમુખે તૈયારી બતાવી હતી.


Share

Related posts

નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.

ProudOfGujarat

ઉત્તરાખંડના ચમોલીમાં નમામી ગંગે પ્રોજેકટની સાઇટ પર ટ્રાન્સફોર્મર ફાટતાં 15 નાં મોત

ProudOfGujarat

સુરત : રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું, મીઠાઈની દુકાનોમાંથી માવાના સેમ્પલ લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!