Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની પ્રાથમિક શાળાના શિક્ષિકાની જાદુઇ રમતની કૃતિ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી કરાઇ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ પ્રા.કન્યા શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા સુધાબેન છત્રસિંહ મહિડાએ જાદુઇ રમત નામની કૃતિ બનાવી હતી. જે કૃતિને તાલુકા-જીલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી કરાઇ હતી.

આજના આધુનિક ઉપકરણો દ્વારા બાળકો પોતાના અભ્યાસના વિવિધ વિષયોના જુદા-જુદા મુદ્દૉઓ જાણવા અને સમજવા મુશ્કેલ પડે છે જેની વિશેષતા વ્યવ્સયકારો પ્રાણીઓના નામ પક્ષીઓના નામ, ફળના નામ, શાકભાજીના નામ બાળકો આસાનીથી સમજી શકે તેવી જાદુઇ કૃતિ શિક્ષકા દ્વારા બનાવવામાં આવી છે. બાળકોને ગમ્મત સાથે શિક્ષીત થાય, રમતા-રમતા અભ્યાસ કરવાથી શૈક્ષણિક કાયૅમાં રસ પડે, ભણેલું લાંબા સમય સુધી યાદ રહે તેવી એક જાદુઇ કૃતિ બનાવવામાં આવી હતી. જેની તાલુકા-જીલ્લા અને રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી થયા બાદ આંતરરાષ્ટ્રીય વેબીનારમાં ૨૨ શિક્ષકોની પસંદગી થઇ હતી જેમાં પ્રા.શાળાની શિક્ષીકા સુધાબેન મહિડાની કૃતિની પણ પસંદગી થઇ હતી. જેમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સુધાબેન મહિડાને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવતા શાળા પરીવાર અને પરીવારના સભ્યોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. નેત્રંગ ભક્ત હાઇસ્કુલના આચાયૅ પ્રમોદસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા કક્ષાના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : કોલીવાડા ગામે ક્રસર પ્લાન્ટ નાંખવા બાબતે ઉભો થયેલો વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!