બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સિમમાંથી આર આર ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લી કંપનીનું રિજીઓનલ વોટર સપ્લાય પેલેજ-૨ ના નેત્રંગ, વાલિયા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી લાખોની કિંમતના પાઇપોની ચોરી અંગેનો એક ગુન્હો નોંધવામાં આવ્યા હતો.
જે બાદ ભરૂચ પોલીસ વિભાગના નેત્રંગ સહિત ૪ જેટલા પોલીસ મથકના સ્ટાફની મદદથી સમગ્ર મામલા અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ તપાસમાં ભરૂચ ટોલ નાકાના સીસીટીવીની મદદથી પોલીસને મામલા અંગેની કડીઓ મળતા પોલીસની ટીમોએ બાતમીના આધારે પાટીખેડા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમા આઇસર ટેમ્પો સાથે બે ઇસમોની પૂછપરછ કરતા મામલે તેઓએ કવચીયા ગામ પાસેથી ચોરી કરેલા પાઇપો ત્રણ જેટલા આઇસર ટેમ્પોમાં ભરી હરિયાણા તરફ લઈ જતા હતા જે બાદ પોલીસે તુરંત એક્શનમાં આવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ની ટિમોએ રાજસ્થાન પોલીસ ની મદદથી તેઓને નશીરા બાદ પોલીસ મથકની હદ માંથી ઝડપી લીધા હતા.
પોલીસ પકડમાં મામલે કુલ ૧૭ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય ૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, સાથે જ મામલા અંગે ગુન્હા માં વપરાયેલ આઇસર ટેમ્પો, ખાનગી વાહનો સહિત કુલ ૭૫,૮૪,૨૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, ભરૂચ પોલીસની તપાસમાં આરોપીઓએ નેત્રંગમાં ૨ અને વાલિયા પોલીસ મથકના ૧ ગુન્હાની કબૂલાત કરતા પોલીસે તેઓ સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.