નેત્રંગ તાલુકામા આવેલ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે સરકારની યોજના હેઠળ આપવામા આવતી સાયકલો નેત્રંગ ખાતેના સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડમા ખડકલો જોવા મળ્યો હતો. પછાત વિસ્તારોમા સરકારની એસ.ટી. બસોની નહિવત સુવિધાને લઇને બાળકો સમયસર શાળાઓમા અભ્યાસ માટે પહોચી શકતા નથી તેમજ આદિવાસી વિદ્યાર્થિનીઓ શિક્ષણથી વંચીત રહેતી હોઇ જેને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામા આવી રહ્યુ છે. ત્યારે શાળાઓમા ભણતી આદિવાસી વિદ્યાર્થિનીઓ માટે સાયકલ આપવાની યોજના છે. જેના ભાગરૂપે નેત્રંગ તાલુકાની શાળાઓમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે બે દિવસ પહેલા હરીયાણાથી ૪૦૦ નંગ જેટલી સાયકલોના સ્પેરપાર્ટ લાવવામા આવ્યા અને નેત્રંગ ઝંખવાવ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરનાં કમ્પાઉન્ડમાં ઉતારી કુશળ કારીગરો થકી સાયકલો તૈયાર કરી હારબંધ ઉભી રાખવામા આવી છે. મોટી સંખ્યા સાયકલોનો જથ્થો લોકોને આકર્ષણ કરી રહી છે. જાણવા મળ્યા મુજબ બે થી ત્રણ દિવસમા આ સાયકલોનુ વિતરણ કરી દેવામા આવશે.
નેત્રંગ તાલુકામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાશે.
Advertisement