નેત્રંગ ગ્રામપંચાયતનો આગામી પાંચ વર્ષ માટેનો કાર્યભાર ભાજપ સમર્થનવાળા સરપંચ હરેન્દ્રસિહ દેશમુખ તેમજ ઉપસરપંચ અપક્ષ ઉમેદવાર અક્ષયકુમાર પ્રવિણભાઇ લાડને મળતા તા. ૨૪ મી જાન્યુઆરીના રોજ કાર્ય ભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાના પ્રથમ દિવસે જ ૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ધ્યાન પર લઇને સફાઇ કામગીરી તેઓની સીધી દેખરેખ હેઠળ શરૂ કરાવતા નગરજનનોમા આનંદની લાગણી ફરી વળી છે.
બીજી તરફ કોઇક હરામખોર નેત્રંગ ડેડીયાપાડા રોડ પર લાલમંટોડી વિસ્તારમા આવેલ કબ્રસ્તાન આગળ રોડ સાઇડ પર મરેલા માછલા નાંખી જતા દુર્ગંધ ફેલાતા આવતા જતા રાહદારીઓમા તેમજ નજીકના વિસ્તારમા રહેતા લોકોમા મરેલા માછલા નાં ખનાર સામે રોષ ઠાલવી રહ્યા છે. આ બાબતે સરપંચ હરેન્દ્રસિહ દેશમુખનુ ધ્યાન દોરતા તેને હટાવવાની કામગીરી કરાવુ છુ તેમજ આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમા પણ લેખિતમા રાવ નાંખી મરેલા માછલા, મરધા નાખી રોગચાળો ફેલાવ માગતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નેત્રંગના નવા સરપંચે કાર્યભાર સંભાળતા જ પ્રજાસત્તાકદીનની ઉજવણીને લઇને સાફસફાઇ કરાવી.
Advertisement