Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

Share

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં કરજણ ડેમમાંથી વાલિયા-નેત્રંગ તાલુકામાં વોટર સપ્લાય માટેની પાઇપ લાઈનની સાઈડ પરથી 410 પાઇપ મળી કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલ તુકારામ સોસાયટીમાં રહેતા રમેશ મૂળજી ઠુમર વાલિયા-નેત્રંગ તાલુકામાં કરજણ ડેમમાંથી વોટર સપ્લાય માટેની પાઇપ લાઈન નાખવાની કામગીરી કરી રહ્યા છે જેઓની સાઇટ નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ છે જે સાઇટ પર તમામ સામાન મુકવામાં આવે છે જે સ્થળે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામ કામદારો તહેવારની ઉજવણી અર્થે પોતપોતાના વતન ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને આ સ્થળ પર રહેલ 755 પૈકી 410 નંગ પાઇપ લઈ કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉમારપાડા : આમલી દાબડા ગામની મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાંથી ચોરી કરેલ 14 મોટરસાઇકલ સાથે બે રીઢા ચોરોને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!