Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના શણકોઇ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી ૪ આરોપીઓની કરી અટકાયત.

Share

નેત્રંગના શણકોઇ ગામના આશ્રમ ફળીયા ખાતે ધમધમતા જુગાર ધામ પર નેત્રંગ પોલીસે રેડ કરી રૂપિયા ૫૨૭૩૦/- ના  મુદામાલ સાથે મુખ્ય આરોપી સહિત ત્રણ જુગારીયાઓને ઝડપી લઇ જેલમા ધકેલી દીધા છે. જયારે અન્ય બે જુગારીયાઓ ફરાર થતા તેઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરતા જુગારીયોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

   નેત્રંગ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. એન. જી. પાંચાણીને મળેલ બાતમીના આધારે નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઇ ગામના આશ્રમ ફળીયા વિસ્તાર ખાતે રહેતો જયેશ ચંદુભાઇ વસાવા આશ્રમ ફળીયામા આવેલ પ્રાથમિક શાળાની પાછળ ખુલ્લી જગ્યામા હાથ લાઇટના અજવાળે કેટલાક ઇસમોને ભેગા કરી પત્તાપાના વડે  રૂપિયાની હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પી. એસ. આઇ. એન. જી. પાંચાણી તેમજ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ધમધમતા જુગાર ધામ ખાતેથી મુખ્ય આરોપી જયેશ ચંદુભાઇ વસાવા સહિત અન્ય ત્રણ જુગારીયો ઝડપાઇ ગયા હતા. જેમા ( ૧ ) જીવરાજ બાબુભાઇ વસાવા  ( ૨ ) ગોવિંદ રામુભાઇ વસાવા (૩) ભૌમિન ઉફે ભુપલ ભોલાસીંગ વસાવા તમામ રહે શણકોઇ આશ્રમ ફળીયુ. જયારે ફરાર થયેલા જુગારીઓમા  ( ૧ ) શૈલેષ  દિનેશભાઇ વસાવા  ( ૨ ) વિલાશ ઉફે જાડુ સુખદેવ વસાવા બંન્ને રહે શણકોઇ પટેલ ફળીયુ જયારે અંગ જડતીમાંથી રોકડ રૂપિયા ૩૫૫૫/- દાવ ઉપર થી રૂપિયા મળેલ રોકડા રૂપિયા ૮૧૭૫/- મળી કુલ રોકડા રૂપિયા ૧૧૭૩૦/- તથા મોબાઇલ ફોન નંગ ૨ જેની કિંમત રૂપિયા ૬૦૦૦/- તથા મોટરસાયકલ નંગ ૧ જેની કિંમત રૂપિયા ૩૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૨૭૩૦/- નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Advertisement

Share

Related posts

દુધધારા ડેરી અને અંકલેશ્વરનાં ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ ઓફિસ દ્વારા સલ્મ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને રોજ સવારે 07:00 કલાકે દૂધ અને બિસ્કિટ આપવાનું નક્કી કર્યું.

ProudOfGujarat

નેત્રંગના કંબોડીયા-ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત.

ProudOfGujarat

મહીલા બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી પાલેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!