નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતોને કનગડતા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધીને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતુ.
ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ નેત્રંગ પંથકના ખેડૂતોએ પઠાવેલ આવેદનપત્ર મુજબ તેઓએ રજુ કરેલા મુદાઓમા (૧) સમાનન સિંચાઈ દૂર કરવી, (૨) વિજળીમાં ફિકસ ચાર્જ નાબુદ કરી હોસપાવર આધારિત વિજળી આપવી, (૩) રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતી દૂર કરવી, (૪) વીજળીનો રાત્રીનો શિડયુલ દૂર કરીને દિવસે આપવી, (૫) સિંચાઈથી વંચિત નેત્રંગ તાલુકા ને સિચાઇ ની સુવિધાઓ પ્રાપ્ત કરાવો (૬) ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનું ભારતીય કિસાન સંઘને જાણ કરવામાં આવે એ બાબતે રાજ્યપાલને સંબોધી નેત્રંગના નાયબ મામલતદાર નવનીતભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું. જે સમયે ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સહકારી આગેવાન, કિશોરસિંહ વાંસદીયા, રણજીતસિંહ ઘડિયા, જયપ્રકાશ પટેલ, અનિલાબેન વસાવા, રેણુકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.