Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથ મેગા નિદાન સારવાર નિઃશુલ્ક કેમ્પ યોજાયો.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા, સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ અને અતુલભાઈ પટેલ સીએચસી રોગી કલ્યાણ સમિતિ મેમ્બર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ અને હોમિયોપેથ નિદાન, સારવાર અને દવા નિશુલ્ક વિતરણ મેગા કેમ્પનું સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે આયોજન કરવામાં આવતા ૨૪૫ આયુર્વેદના સર્વરોગના દર્દી અને હોમિયોપેથના ૫૮ દર્દીઓએ લાભ લીધો હતો આમ કુલ ૩૦૩ લોકોએ આ કેમ્પમાં નિદાન સારવાર અને દવા મેળવી હતી.

નેત્રંગ ખાતેના મેગા નિદાન અને સારવાર કેમ્પને સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. વિજય બાવીસ્કરે ખુલ્લો મુક્યો હતો. ઓપીડી ૧૨૧ જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્ત્રી રોગ, કબજિયાત, ચામડીના રોગ, શ્વાસ, દમ, શરદી, ખાંસી અને સાંધાના દુખાવા જેવા ઘણા જટીલ રોગોનું નિદાન કરી દવા નિશુલ્ક વિતરણ કરાઈ હતી. જ્યારે હાલ ફરી કોરોના મહામારીએ માથું ઉંચકતા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી ૩૫ વૃધ્ધ દર્દીઓને જરારોગ ૪૪, રોગ પ્રતિરોધક દવાના ઉકાળા ૩૦ અને ડાયાબિટીસના દર્દીઓને સારવાર સાથે પેમ્પલેટ વિતરણ ૧૫ દર્દીઓને કરવામાં આવ્યું હતું. કુલ મળી આયુર્વેદના ૨૪૫ દર્દીઓનું અને જ્યારે હોમિયોપેથ ૫૮ દર્દીઓને નિદાન સાથે સારવાર કરી દવા વિતરણ કરી હતી.

Advertisement

મેગા કેમ્પમાં આયુર્વેદ ડૉ. વસંત પ્રજાપતિ, ડો.અનિલા વસાવા અને ડૉ.શિવાંગી પટેલ જ્યારે હોમિયોપથના ડૉ. નરેશ પટેલ, ડો.પ્રવીણ પટેલ અને ડો.કેતન પટેલે 303 દર્દીઓનું નિદાન અને સારવાર કરી હતી.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રંદેરી ગામે બેન્ડ વગાડવા બાબતે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

ProudOfGujarat

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ

ProudOfGujarat

સુરતમાં બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!