Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : થવા હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સમાં રાજય કક્ષાએ ઝળકી.

Share

થવા હાઇસ્કૂલની ૫ જેટલી વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સ સ્પર્ધામા લાંબી કુદ તેમજ દોડમા પ્રથમ, ત્રીજો તેમજ  પાંચમો કમ મેળવી શાળાનુ તેમજ ભરૂચ જીલ્લાનુ ગૌરવ વધારતા વિદ્યાર્થી આલમમા આનંદની લાગણી ફરી વળી છે.

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉતર બુનિયાદી હાઇસ્કૂલમા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ રાજય કક્ષાની યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામા (૧) વસાવા શ્રેયાબેન રાજેન્દ્રભાઇએ લાંબી કુદમાં ૪.૫૫ મીટર કુદ મારી પ્રથમ કમ મેળવ્યો છે. તેમજ ૧૦૦ મીટર દોડમાં રાજય કક્ષાએ ત્રીજો કમ મેળવ્યો છે તેમજ ૪ × ૪૦૦ મીટર રીલે દોડમાં રાજય કક્ષાએ પ્રથમ કમ પ્રાપ્ત કર્યો છે. જયારે  ૪ × ૪૦૦  મીટર રીલે દોડમાં (૧) વસાવા તેજસ્વીની બેન (૨) વસાવા કૌશિકાબેન જી. (૩) વસાવા રીટાબેન એસ. પ્રથમ ક્રમ મેળવ્યો છે. જયારે વસાવા સુહાનીબેન એ ૩ કી.મી દોડમાં રાજય કક્ષાએ  ૫ મો કમ મેળવ્યો છે. ઉપરોક્ત પાંચ વિધાઁથીનીઓએ રાજય કક્ષાએ યોજાયેલ એથ્લેટિક્સ સ્પર્ધામા થવા હાઇસ્કૂલનુ તેમજ ભરૂચ જીલ્લાનુ ગૌરવ વધારતા આચાર્ય અને કોચ મનમોહનસિંહ યાદવ સહિત શાળા પરિવારે તમામને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

માંગરોળમાં 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે મામલતદારની જગ્યા ખાલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!