નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની ૩૯ માંથી હાલ ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાને પડ્યા છે. ૩૫ ગ્રા.પંચાયતો માટે ૬૫,૮૭૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોવાથી જવાબદાર વહીવટીતંત્રએ ૮૬ મતદાન મથક ઉભા કયૉ હતા. પુરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ યુવા મતદારો, દિવ્યાંગજનો, મહિલાઓ-પુરૂષો અને વૃદ્ધો સવારથી મતદાન મથકો ઉપર મતદાન કરવા ઉમટી પડતા ભારે ઘસારો જોવા મળ્યો હતો. તમામ બુથો ઉપર સવાર-સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં ૮૦.૮૪ ટકા મતદાન થયું હતું. નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં ૨૧ ડિસેમ્બરે સવારના ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. તાલુકાભરના ગામોમાંથી સરપંચ-સભ્યોના ટેકેદારો ઉમટી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે મતદાનની જેમ શાંતિપૂર્ણ માહોલમાં જ મત ગણતરી સંપન્ન થાય તે માટે વહીવટતંત્ર સજ્જ જણાઇ રહ્યું છે.