નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં ફૉમ ખેંચવાપી અંતિમ દિવસે સમગ્ર ચુંટણીપ્રક્રિયાનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. નેત્રંગ તાલુકાની ૩૯ માંથી હાલ ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણી યોજાઇ રહી છે, અને બાકીની વિભાજનથી અસ્તિત્વમાં આવેલ અસનાવી, કોલીવાડા, સજનવાવ અને ચીખલી જેવી ૪ ગ્રા.પંચાયતની ચુંટણી હાલ પુરતી મુલતવી રહી છે. જેમાં નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોમાં સરપંચ માટે ૧૫૯ ઉમેદવારીપત્રો ભયૉ હતા. પરંતુ ફૉમ ખેંચવાના અંતિમ દિવસે ૩૫ સરપંચના ઉમેદવારોએ ફૉમ પરત ખેંચતા હાલ ૧૨૪ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. જ્યારે નેત્રંગ તાલુકાની ગ્રા.પંચાયતન ૨૯૬ વૉડના સભ્યો માટે ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા. પરંતુ ઉમેદવારીપત્રો ખેંચવાના અંતિમ દિવસે ૪૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચતા હાલ ૮૭૭ સભ્યો વચ્ચે ખરાખરીનો ચુંટણી જંગ ખેલાશે.
બીજી તરફ ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચ-સભ્યોનું ચિત્ર સ્પષ્ટ થઇ જતાં તોડજોડની રાજનીતિ શરૂ થઇ છે. ઉમેદવારોએ પોતાના ચુંટણીપ્રચારના શ્રીગણેશ કયૉ છે. જવાબદાર અધિકારીઓ પણ ચુંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેમાં પુરુષ ૩૩૪૨૬ અને સ્ત્રી ૩૨૪૪૬ મળીને ૬૫,૮૭૨ મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના શશીકાંતભાઇ મિસ્ત્રી વોર્ડ નંબર ૮ માં ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ તેમની સામે કોઈ ઉમેદવારીપત્ર નહીં ભરાતા બિનહરીફ જાહેર કરાયા હતા. જ્યારે કાકડકુઈમાં ૬, કંબોડીયા, અરેઠી, મોટામાલપોર, ધોલેખામ, મોરીયાણા, ચિકલોટા, કોયલી માંડવી, આંજોલી, ગાલીબા ગ્રા.પંચાયતમાં ૧-૧ વોર્ડનો સભ્યો બિનહરીફ જાહેર કરાય હતા.