નેત્રંગના કેલ્વીકુવા ગામના ખેડુત પ્રિતેશ અજીત ભક્ત અને ભદ્રેશ અજીત ભક્તની જમીન કંબોડીયા ગામની સીમમાં આવેલી છે. પોતાના ખેતરમાં શેરડીમાં સિંચાઈ માટેનું પાણી ચાલુ કરવા માટે ગયા હતા. જે દરમ્યાન રામુ ભુરીયા વસાવા (રહે.કંબોડીયા) અમારી જમીનમાંથી રસ્તાનું દબાણ કર્યું છે એમ કહી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગાળા ગાળી કરી હતી. સામસામે બોલવાનું થતાં મામલો બિચકયો હતો. તે દરમિયાન ગુનાહીત ઈતિહાસ ધરાવતાં રામુ ભુરીયાએ ( કંબોડિયા ) વસાવાએ પાછળથી આવી લાકડાના સપાટાથી ભદ્રેશ ભક્તને માથાના ભાગે સપાટો મારી દીધો હતો. રણવીર રામુ વસાવાએ પણ પાછળથી આવી કમર-પીઠ પાછળ આડેધડ લાકડીના સપાટા વડે માર મારતા શરીરના ભાગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
નેત્રંગ તાલુકા મથકે આવેલા PHC પર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવારની જરૂર જણાતા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુમાં રીઢા ગુનેગાર તરીકે ઓળખાતા બાપ – દીકરાએ મળી ધમકી આપી હતી કે, અમારી જમીનમાં રસ્તાનું દબાણ કરશો તો જાનથી મારી નાખીશું અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવીશું. નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી. તપાસ બાદ બંને ગુનેગાર ઈસમોને પોલિસે જેલના હલાવે કર્યા હતા.