Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ તાલુકામાં ગ્રામપંચાયતની ચુંટણીથી રાજકારણ ગરમાયું.

Share

પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય ચુંટણીપંચે ગ્રામપંચાયતની ચુંટણીની જાહેરાત કરતાં આચારસંહિતાના અમલીકરણની સાથે રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. સૌપ્રથમ નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતની ચુંટણી માટે સરપંચની બેઠક માટેનું અનામત બેઠકનું જાહેરનામું પ્રસિધ્ધ થયું હતું. જેમાં નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતમાં અનુસુચિત આદિજાતી વર્ગની મહિલા સરપંચ માટે ૨૦ અનામત અને અનુસુચિત આદિજાતિ સરપંચ માટે ૧૯ ગ્રા.પંચાયત જાહેર કરવામાં આવી છે. આગામી ૪ ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરી શકાશે, ૬ ડિસેમ્બર ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરાશે, ૭ ડિસેમ્બર ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ, ૧૯ ડિસેમ્બર મતદાન અને ૨૧ ડિસેમ્બરના રોજ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે તેવી સમગ્ર ચુંટણી પ્રક્રિયાઓનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ગ્રા.પંચાયત ચુંટણીઓમાં સરપંચ માટે ઉમેદવારી કરનારા મુરતીયાઓએ પોતાની પેનલને ચુંટણીમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારીપત્રો માટેના જરૂરી દાખલા-આધારપુરાવા મેળવવા માટે નેત્રંગ તાલુકા મથકે આવેલ તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. વહીવટતંત્ર પણ પારદર્શીતા ગ્રા.પંચાયતની ચુંટણીઓ સંપન્ન કરવા માટે કામે લાગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે,ગ્રા.પંચાયતની ચુંટણીઓ સંપન્ન થયા બાદ આવનાર વર્ષે ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાશે. આ વખતે ઝઘડીયા વિધાનસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ મેદાને પડ્યા છે. જ્યારે બીટીપી બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે.જેમાં ગ્રા.પંચાયતના ચુંટાયેલા સરપંચોનો ફાળો મહત્વનો રહેશે એટલે ત્રણેય રાજકીય પક્ષો પોતાના સમર્થક સરપંચને ચુંટી લાવવા પુરા પ્રયત્નો કરશે.

Advertisement

Share

Related posts

આરોગ્ય સાથે ચેડા : કોરોનાનાં કપરા કાળમાં ગોધરા સહિત જિલ્લામાંથી છ બોગસ ડોકટર ઝડપાયા, ડીગ્રી વગર કરતા હતા લોકોની સારવાર, પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદી મા ડેમ માથી ભારે પાણી છોડાતાં નદી કિનારે ના તડકેશ્રર મંદિર નો માર્ગ ધોવાયો

ProudOfGujarat

ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!