નેત્રંગમાં ખેડુતે પોતાના જન્મદિવસની ઉજવણી વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કરતાં આનંદની લાગણી પ્રસરી જવા માંડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઇ પટેલની જન્મભુમિ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાનું દત્તવાડા ગામ છે. ગરીબ પરીવારમાં જન્મેલા મહેન્દ્રભાઇ પટેલ નાનપણથી સેવાભાવી અને લાગણીશીલ સ્વભાવ ધરાવે છે. રોજીરોટી કમાવા અને પેટનો ખાડો ભરવા મહેન્દ્રભાઇ પટેલ નેત્રંગ સ્થાયી હતા. જાતમહેનત અને કાળીમજુરી કરીને પોતાના બાળકોને ભણાવી-ગણાવી મોટા કયૉ અને પોતાના પરીવારનું ભરણપોષણ કરીને આજે નેત્રંગમાં સુખી-સંપન્ન જીવન જીવી રહ્યા છે. મહેન્દ્રભાઇ પટેલનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૬૨ થયો હતો. પોતાના ૫૯ માં જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી કરવા પોતાના પરીવાર સામે પ્રસ્તાવ મુક્યો હતો. તેમના ધર્મપત્ની અને પુત્રે પણ પોતાના પિતાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો જેમાં નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા, ચાસવડ, કાંટીપાડા અને લાલમંટોડી વિસ્તારમાં રહેતી ૨૫૦ વધુ વિધવા મહિલાઓને શિયાળાની ગુલાબી ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર ઘરે-ઘરે ફરીને ધાબળાનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરતા ગરીબ વિધવા મહિલાઓમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
નેત્રંગમાં ખેડુતે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કર્યા.
Advertisement