નેત્રંગ તાલુકાના ચાસવડ-પ્રાથમિક શાળા ખાતે સવારે ૮ થી ૧૦, કાંટીપાડા-ગ્રામપંચાયત પાસે સવારે ૧૦ થી ૧ તેમજ નેત્રંગ ટાઉનમાં-ગ્રામપંચાયત પાસે – બપોરે ૪ થી ૬ દરમિયાન નેત્રંગ મામલતદાર જી. આર.હરદાસાણી, તાલુકા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ આ “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથમાં ઉપસ્થિત રહ્યા.
તા .૧૮ થી ૨૦ નવેમ્બર ૨૦૧ ના રોજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તથા અન્ય જુદા જુદા ૮ વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહુર્ત તેમજ ગ્રામ વિકાસ વિભાગોના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા “આત્મ નિર્ભર ગ્રામયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે સરકારની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાઓનો લાભ આપવા સારૂ લાભાર્થીઓને આ કાર્યક્રમના સ્થળે મામલતદાર કચેરીના અધિકૃત કર્મચારીને કાર્યક્રમના સ્થળે હાજર રહી નિયત નમુનામાં અરજી ફોર્મની સાથે જ જરૂરી આધાર પુરાવાઓ લઈ ફોર્મ ભરવામાં આવશે તેમજ અરજીઓ સ્વીકારી ખાસ ઝુંબેશ સ્વરૂપે અરજીઓનો નિકાલ કરવામાં આવી.
નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.
Advertisement