Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપાયો.

Share

ભરુચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ ૪ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દુર રહીને નાસતા ફરતા આરોપીને નેત્રંગ પોલીસે સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપી લીધો હતો.

ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણીને મળેલ બાતમી મુજબ નેત્રંગ પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભુપો ગણપતભાઇ વસાવા રહે.નાની ફોકડી તા.ઉમરપાડા જિ.સુરતનાને સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપી લીધો હતો. પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ આરોપી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ત્રણ અને વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક એમ કુલ ચાર ગુનામાં વોન્ટેડ હતો.છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આ આરોપીને નેત્રંગ પોલીસે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના કંથરપુરાના ગ્રામજનો કેનાલના પાણીથી વંચિત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં તલાટીની પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે તાલિમ વર્ગ યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફલેમ ઓફ ફોરેસ્ટ કેશુડા ટુર શરૂ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!