નેત્રંગ ખાતે ભારતીય કાર્યાલય પાર્ટી તેમજ ભીલિસ્થાન ટાઈગર સેના દ્વારા શહીદ થયેલા આદિવાસી નેતા સ્વ.ટંટીયા મામાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ B.T.S. કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવતા પંથકભરનાં કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી છે. નેત્રંગ તાલુકા ભારતીય કાર્યાલય પાર્ટી તેમજ ભીલિસ્થાન ટાઈગર સેનાનાં સંયુકત ઉપક્રમે 26 મી જાન્યુઆરીનાં રોજ તાલુકા મથક ખાતે કાર્યકરો એકત્ર થયા હતા. જેમાં નિવૃત પ્રોફેસર રમેશભાઈ વસાવા, ભરૂચ જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિનાં ચેરમેન અને ભારતીય કાર્યાલય પાર્ટીનાં ઉપપ્રમુખ પરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા, અસનાવી ગામનાં સામાજીક કાર્યકર ભોલાભાઈ વસાવા, ભીલિસ્થાન ટાઈગર સેનાનાં પ્રમુખ વનરાજભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભારતીય કાર્યાલય પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વસાવા (ચિકલોટા), પરસોત્તમભાઈ વસાવા, બાબુભાઇ વસાવા, મધ્યપ્રદેશનાં આદિવાસી નેતા સ્વ.ટંટીયા ભીલ કે જેઓને આદિવાસી માટે અનેક કામો કરતાં હતા. તેઓને 1868 માં 4 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવી હતી. તેઓ સમાજવાદી સ્થાન સાકાર કરવા માંગતા હતા. ગરીબી અને અમીરીનો ભેદ મિટાવવા માંગતા હતા. તેઓનો 26 મી જાન્યુઆરીના રોજ જન્મ દિવસ તરીકે આખા દેશમાં મનાવવામાં આવે છે. ત્યારે ભારતીય કાર્યાલય પાર્ટી દ્વારા તાલુકા મથક ખાતે પ્રથમ વાર ટંટીયા ભીલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ભીલિસ્થાન ટાઈગર સેનાનાં પ્રમુખ વનરાજભાઈ વસવાના ઘર આંગણે ભારતીય કાર્યાલય પાર્ટીના કાર્યાલયનાં મકાન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નેત્રંગમાં B.T.S. દ્વારા આદિવાસી નેતા સ્વ.ટંટીયા મામાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીની સાથે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Advertisement