Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે ૯૦ દિવસથી વધારે સમયથી ઘાયલ કપિરાજની સારવાર ચાલી રહી છે.

Share

  પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કુપ ગામના જંગલમાંથી મળી આવેલ બાળ કપિરાજને નેત્રંગ વનવિભાગ દ્વારા ૯૦ દિવસથી વધારે સમયથી સારવાર કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના પુર્વ અને ઉત્તર દિશામાં ખુબ ગાઢ જંગલ છે. આ જંગલમાં વાંદરા, સસલા, હરણ, ઝરખ, દીપડા, શિયાળ જેવા ઘણા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. પરંતુ આ પ્રાણીઓ દિવસે ગાઢ જાળી ઝાંખરામાં પડી રહે છે. ત્યારે નેત્રંગ વનવિભાગની ટમી કુપના જંગલમાં ગઈ હતી છે. જે દરમિયાન જંગલમાં ફરતા-ફરતા એક ૧૨ માસના બાળ કપિરાજ પર નજર પડી હતી. જે બાળ કપિરાજ ઘાયલ જણાઈ આવતા નેત્રંગ વનવિભાગની ટિમ દ્વારા તેને નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. 

જે બાળ કપિરાજને ગળાના ભાગે કોઈક કારણોસર રબરબેન્ડ ફસાઈ જતા સમયાંતરે એ રબડબેન્ડ પર પ્લાસ્ટિક વિટડાવવા લાગતા તે ભાગ તેમજ બાળ કપિરાજના ગળાના ભાગે સડો લાગવાનું શરૂ થઈ ગયું હતું. તેમજ ગળાના ભાગે આવેલ નળીઓ પણ ચોટવા માડી હતી. જેથી બાળ કપિરાજને ખાવા-પીવા પણ મુશ્કેલ પડતી હતી. નેત્રંગ વનવિભાગ દ્વારા બાળ કપિરાજને લાવી રબરબેન્ડ કાપી સારવાર કરવામાં આવી હતી. 

Advertisement

Share

Related posts

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદના હલધરવાસમાં શિક્ષકના ઘરમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી ટાઉનશીપ સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ ખાતે આઇટીઆઇ રોજગાર મેળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!