નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા મેધરાજાએ સોમવાર ની વહેલી સવારે પોતાની શાહીસવારી વાજતે ગાજતે લાવીને મહાદેવ ને જળાભિષેક કરતા સવઁત્ર આનંદ ની લાગણી ફરી વળી છે.નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા ચાલુ ચોમાસા ની સિઝન દરમ્યાન મેધરાજા મન મુકીને નહિ વરસતા ખેડૂતોએ વાવણી કરે બીયારણ ને માંદ માંદ બે વખત જીવતદાન બક્ષયા બાદ મેધરાજા એ હાથ તાળી આપતા ધરતીપુત્રો ની આંખોમા આસુ આવી ગયા હતા. ચારે તરફ ચિંતાનો માહોલ જોવા મળી રહયો હતો.
તેવા સમયે જ ૧૨ દિવસ ના વિરામ બાદ એટલેકે રવિવાર ના રોજ મદયરાત્રિના ભારે વાદળો ની ગર્જના અને વિજળી કડાકાભડાકા શરૂ થયા હતા. જે બાદ મળસકે પોણા પાંચ વાગે શ્રાવણ માસ ના ચોથા સોમવારે મહાદેવ ને જળાભિષેક કરવા માટે જાણે આવી પહોચ્યા હતા. છેલ્લા ૩૪ એટલે કે તા,૩૧ ઓગસ્ટ ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમા ૪૩ એમ. એમ. એટલે કે પોણા બે ઇચ વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ ૪૮૫ એમ. એમ. એટલે કે ૧૯.૫ નોંધાયો છે.વરસાદ ને લઇ ને તમામ પાકો જીવતદાન મળી જતા ખેડુત ભાઇઓમા અનેરો આનંદ જોવા મળી રહયો છે.છેલ્લા બે દિવસ થી ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે.