Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : મોરીયાણા ગામે સ્વીફ્ટ કારની અડફેટે ખેડુતનું મોત : પત્ની સારવાર હેઠળ.

Share

નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના ખેડુત મિનેશભાઇ રાવજીભાઇ પટેલ (ઉ.૫૦ રહે.મોદલીયા) અને તેમની પત્ની સમિઁષ્ટ્રાબેન મિનેશભાઇ પટેલ (ઉ.૪૭) પોતાની મોટરસાયકલ નં :- જીજે-૧૬-એજી-૬૦૦૨ લઇને નેત્રંગના બજારમાં શાકભાજીની ખરીદી અર્થે આવી રહ્યા હતા. જે દરમ્યાન મોરીયાણા ગામ પાસે આવેલ સુદામાની ઝુંપડી પાસે સામે છેડેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા સ્વીફ્ટ ગાડી નં :- જીજે-૧૬-બીબી-૩૩૮૭ ના ચાલકે મોટરસાયકલ સવાર ખેડુત દંપતીને ટક્કર મારી હતી. જેમાં ખેડુત મિનેશભાઇ રાવજીભાઇ પટેલને અને પત્ની સમિઁષ્ટ્રાબેન મિનેશભાઇ પટેલને હાથ-પગ, માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ખેડુત મિનેશભાઇ પટેલનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ તાત્કાલિક નેત્રંગ પોલીસ ઘટનાસ્થળ પહોંચી સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા. મોદલીયા ગામના ખેડુત મિનેશભાઇ પટેલનું કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.

Advertisement

Share

Related posts

જામનગરમાં તાઉતે વાવાઝોડાની નહિવત અસર : કોઈ જાનમાલને નુકશાની નહીં.

ProudOfGujarat

અમદાવાદ : વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં PCB ની રેડ, જુગાર રમતા 19 ઇસમો પકડાયા

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે દુધ ભરવા ગયેલ યુવકને માર મારવાની ઘટનામાં સાત ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!