ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન ગામની સીમમાં હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીયાને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂ ચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારુ જુગારની બદી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી ટીમ સાથે ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે વડપાન ગામની સીમમાં આવેલ કિશોરભાઇ કાઠિયાવાડીના આંબાવાડીમાં નેત્રંગ ગામનો મનોજભાઇ દામોદર દાસ તથા ભાવીનભાઇ શાહ કેટલાક ઇસમોને ભેગા કરીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડે છે.
પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્રણ ઇસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ભાવીનભાઇ હરેશભાઇ શાહ રહે.ગાંધીબજાર નેત્રંગ જિ.ભરૂચ, શૈલેષભાઇ અમરસિંગભાઇ વસાવા રહે.કેલ્વીકુવા તા.નેત્રંગ જિ.ભરૂચ અને ચન્દ્રસિંગ ઉર્ફે ચંદુ ચતુરભાઇ વસાવા રહે.નેત્રંગ જિ.ભરૂચનાને રોકડા રૂપિયા મોબાઇલ નંગ-૩ તેમજ એક એકટીવા ગાડી મળી કુલ રૂ.૮૭૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, અને અન્ય એક ઇસમ મનોજભાઇ દામોદરભાઇ દાસ રહે.નેત્રંગ જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. નેત્રંગ પંથકમાં જુગાર ઝડપાવાની આ ઘટનાને લઇને પંથકમાં દારૂ જુગાર સાથે સંકળાયેલા ઇસમોમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ