પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વષૉ પહેલા ગ્રા.પંચાયતના સત્તાધીશોએ પાણી-પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચો પાડીને ગ્રા.પંચાયત બાગની બાજુમાં, જુની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળીયા દિવ્યભવ્ય પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વષૅથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની જવા પામી છે.
જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન ૨૦૦૨ થી પાણી ભરવામાં આવ્યું નથી, અને ગાંધીબજાર વિસ્તારના ડબ્બા ફળીયા સહિત જુની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી. ત્રણેય પાણીની ટાંકીની હાલત જજૅરીત થતાં સિમેન્ટના પોપડા નિકળતા સળીયા દેખાય રહ્યા છે.
પાણીની ટાંકીના નિમૉણ કાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, અને ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાઇ રહી છે નેત્રંગ તાલુકામાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો થયો છે. સિંચાઈ અને પીવાના પાણી બાબતે ધરતીપુત્રોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. નેત્રંગ ટાઉનમાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ દિવસના અંતરે ગ્રામજનોને પીવા માટેનું પાણી અપાઇ રહ્યું છે. તેવા સંજોગોમાં નેત્રંગ ગ્રા.પંચાયતના સત્તાધીશો પછાત વિસ્તારમાં ટેન્કરના મારફતે પીવાનું પાણી પહોંચાડે તેવી લોકામાંગ કરી રહ્યા છે.