Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ શાખાની મુલાકાત લેતા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા…

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકની નેત્રંગ શાખાની ઓચિંતી મુલાકાત બેંકના ચેરમેન અરૂણસિંહ રણાએ લીધી હતી. નેત્રંગ શાખામાં ચાલતી બેંકના વહીવટ, સભાસદને ધિરાણ અને વસુલાત અને મંડળીઓના પ્રમુખ સાથે વિસ્તૃત ચચૉ કરી હતી. નેત્રંગ ડિસ્ટ્રીક્ટ બેંકનું મકાન જજૅરીત હાલતમાં છે તેના તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની જવાબદાર અધિકારીઓને અને કર્મચારીઓને સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે,ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પદે અરૂણસિંહ રણાની સતત સાતમી ટર્મ બિનહરીફ ચુંટાઈ આવતા નેત્રંગ તાલુકના મંડળીઓના પ્રમુખ અને વાલીયા એપીએમસીના વા.ચેરમેન હાદિઁકસિંહ વાંસદીયાએ અભિવાદન કયુઁ હતું. બેંકના ચેરમેને નેત્રંગ શાખાની ઓચિંતી મુલાકાત લેતા કર્મચારીઓમાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ

ProudOfGujarat

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ઉપર મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘાયલ થયેલ બે લોકો ને સારવાર અર્થે ખસેડાયા હતા ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!