પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે નેત્રંગ તાલુકા કોઇપણ ગુનાહિત પ્રવૃતિઓને આસાનીથી અંજામ આપવા એપી સેન્ટર ગણાઇ છે.
મારામારી, હત્યાઓ, જીવલેણ અકસ્માત અને દારૂની હેરાફેરી જેવી ઘટનાઓ છાશવારે થતી હોવાથી પોલીસતંત્રને પોતાની ફરજ ઉપર ખડેપગે તૈયાર જ રહેવું પડે છે. રેડીડ એક્શન ફોર્સ અમદાવાદ પોતાના અભ્યાસક્રમ મુજબ સંવેદનશીલ-અતિસંવેદનસીલ વિસ્તારની મુલાકાત, રમખાણો, સ્થળો ઉપર તાત્કાલીક પહોંચવાના રસ્તા જેવા મુદ્દાઓ સાથે કમાન્ડર રઘુવીરસિંહ અને નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીએ જવાનો-પો.કમીઁઓ સાથે ફ્લેગમાર્ચ યોજી હતી. જે નેત્રંગ પો.સ્ટેશનથી જીનબજાર, ગાંધીબજાર, જવાહર બજાર અને નેત્રંગ ચાર રસ્તા વિસ્તાર તરફ ફ્લેગમાર્ચ યોજાઈ હતી.
Advertisement