પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની પ્રારંભની સાથે જ વિકાસ કામો ઉપર વરસાદી પાણી ફળી વળ્યા છે. હલકી કક્ષાના મટીરીયલ અને તકલાદી કામો બિનઉપયોગી સાબીત થઇ રહ્યા છે. જેમાં ચાર રસ્તાથી જલારામ મંદિર અને ગાંધી બજારથી જીનબજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફીસ સુધીનો બનાવેલ ડામર રોડ ચોમાસાની સિઝન શરૂ થતાં જ ઠેર-ઠેર ખાડા અને કાદવ કિચડથી રહીશો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
ગ્રા.પંચાયતના સતાધિશો રસ્તાઓ પર ખાડા પુરવા માટે ક્વોરીના પથ્થરનો ડસ્ટ વાપરતા ઠેર-ઠેર કાદવકિચડ વધુ થઇ જતા પ્રજા તોબા પોકારી ઉઠી છે. જવાહરબજાર, ગાંધી બજાર વિસ્તારમાં રહેતા ભક્તોને મંદિર પદયાત્રા કરી દેવદર્શન કરવા જવા માટે ભારે મુસીબત લોકોને વેઠવી પડી રહી છે. જીનબજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફીસ, એસબીઆઇ બેંક, બેંક ઓફ બરોડા, એટીએમ, ડિસ્ટીક બેંક જવા માટે પણ ભારે તકલીફ સામનો પડી રહ્યો છે. આ બાબતે વહેલી તકે સમારકામની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
નેત્રંગના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ અને કાદવ કિચડથી રહીશો પરેશાન.
Advertisement