Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગની સરકારી કોલેજમાં જવાનો રસ્તો નહીં હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે સન ૨૦૦૧ની સાલમાં સરકારી વિનીયન અને વાણીજ્ય કોલેજ કાયૅરત થઇ હતી. જે સરકારી કોલેજ વષૉ સુધી આદશૅ નિવાસી શાળાના ખંડેર મકાનમાં ચાલતી હતી. ત્યારબાદ નેત્રંગ તાલુકા મથકે કરોડો રૂપિયાના ખર્ચે દિવ્યભવ્ય કોલેજનું સન ૨૦૧૪ની સાલમાં નિમૉણ કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અથૅ જીવના જોખમે મુસાફરી કરીને આવતા હોય છે.

હાલના સમયમાં નેત્રંગ કોલેજમાં અભ્યાસ અથૅ જવા માટે વિધાથીૅઓને ખેતરાડી અને સુમસામ રસ્તા ઉપરથી જવાની મજબુરી બની જવા પામી છે, જેમાં ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓને રસ્તા ઉપર કાદવ-કિચડ થઇ જતાં ભારે હાલાકીનો અને લાંબા ચકરાવોનો સામનો કરવો પડતો હોય છે. જેમાં કોલેજને જોડતા રસ્તા માટે ગામના જ ત્રણ ખેડુતોએ નેત્રંગ ગ્રા.પંચાયતમાં નોટરી કરી જમીન ફાળવી આપી છે.પરંતુ ગ્રા.પંચાયતના સતાધીશો વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સમજી શકતા નથી, અને રસ્તાના નિમાૉણ માટે ઢીલું વલણ અપનાવતા કામગીરી આગળ ચાલતી નથી તેવું જાણવા મળ્યું છે. આગામી ટુંક સમયમાં જ કોલેજને જોડતા રસ્તાના નિમૉણની કામગીરી શરૂ થાય તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

નડિયાદના માતારમાં પત્તા-પાનાનો જુગાર રમતા ૧૦ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!