પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદતર બની રહી છે,અને ખેતીમાં આડકતરી રીતે અસમાજીક તત્વો નુકસાન પહોંચાડવાની ધટના સતત પ્રકાશમાં આવી રહી છે,જેમાં નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત મોહનસિંહ વાંસદીયા અને અશોકભાઇ વનમાળીભાઇ પ્રજાપતિની ગામની સીમમાં આવેલ જમીનમાં શેરડીની રોપણી કરી હતી,અને રાતદિવસ કાળી મજુરી કરીને શેરડીનો પાક તૈયાર કર્યા હતા,પરંતુ શિયાળાની ગુલાબી ઠંડીના ચકમારા અને રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી અજાણ્યા અસામાજીક તત્વોએ શેરડીનો પાક સળગાવી ફરાર થઇ ગયા હતા,બનાવની જાણ ખેડુતને થતાં તાત્કાલીક ધટનાસ્થળ ઉપર દોડી ગયા હતા,પરંતુ આગની ઝપેટમાં શેરડીનો પાક પોતાની જ નજર સામે સળગી નષ્ટ થતાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી,અને ભારે આથિૅક નુકસાન પહોંચ્યું હતું, જેમાં વાંસદીયાની એક જ રાત્રીમાં ચાર એકર અને બીજી રાત્રીમાં ચાર એકર અને અશોકભાઇ પ્રજાપતિને અઢી એકર શેરડીનો પાક સળગી ગયો હતો,આ બાબતે બંને ખેડૂતોએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે,જ્યારે પોલીસતંત્ર રાત્રીના સમયે પેટ્રોલિંગ કરીને અજાણ્યા ઇસમોને પકડવાની તજવીજ હાથધરી છે.
નેત્રંગ : કેલ્વીકુવા ગામના બે ખેડુતની નવ એકર શેરડી સળગાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.
Advertisement