* જેમાં પી.એસ.આઇને મળેલ બાતમીના આધારે ભાંગોરી ગામની સીમમાં રાત્રીના અંધકારના સમયમાં આઇસર-ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઠલવાય રહ્યો હતો,
* જેથી રેડ પાડી હતી,જ્યારે ત્રણ બુટલેગર ફરાર થઇ ગયા હતા.
* જ્યારે પોલીસતંત્રએ કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં વિદેશી દારૂની બોટલ નંગ-૩૦૬૦ અને બીયરની બોટલ નંગ-૭૨ અને ૩૦૦૦૦૦ નો મુદામાલ સહિત ૮૦૦૦૦૦ નો આઇસર-ટેમ્પો કબજે કયૉ હતો,જ્યારે ફરાર ખેપીયાઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કયૉ હતા.
નેત્રંગ પી.એસ.આઇ.એ ભાંગોરી ગામની સીમમાં આઇસર-ટેમ્પામાંથી ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતિ ફફડાટ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુકત પી.એસ.આઇ એચ.એન.બારીયા અને પોલીસ કમઁચારીઓને નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામની સીમમાં રાત્રીના અંધકારના સમય દરમિયાન ખુબ જ મોટા જથ્થોમાં આઇસર-ટેમ્પામાંથી વિદેશી દારૂ ઠલવાય રહ્યાની બાતમી મળી હતી,જેથી નેત્રંગ પોલીસે સતકઁતા દાખવી પુરતા પોલીસ-બંદોબસ્ત સાથે રેડ પાડી હતી,જેથી અંધકારનો લાભ ઉઠાલી અશોક કેસરીમલ માલી.રહે કંબોડિયા અને દયારામ રતીલાલ વસાવા.રહે ટીમરોલીયા સહિત એક અજાણ્યો ઇસમ પોલીસને અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયા હતા.જ્યારે નેત્રંગ પોલીસે આઇસર-ટેમ્પાની તપાસણી હાથ ધરતાં તેમાં ખુબ જ મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,જેમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૦૬૦ અને બીયરની બોટલ નંગ ૭૨ મળી આવી હતી.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં ૩૦૦૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સહિત ૮૦૦૦૦૦ નો આઇસર-ટેમપો કબ્જે કયૉ હતો,જ્યારે ફરાર ખેપિયાઓને પકડવાના ચક્રોગતિમાન કયૉ હતા.ઉલ્લેખનીય છે કે,નેત્રંગ પોલીસની કડકહાથની કાયઁવાહીથી બુટલેગરો,પોલીસતંત્ર સહિત આમ પ્રજામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.