પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય સરકાર દ્વારા ૩૪ જેટલા વિવિધ તાલુકાના ટીડીઓ અને ૮૪ જેટલા અન્ય શાખામાં ફરજ બજાવતા ટીડીઓની વહીવટ કારણોસર તાત્કાલિક ધોરણે બદલી કરવાનો નિણર્ય કરાતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં નેત્રંગ તા.પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તરીકે ફરજ બજાવતા અલ્પના નાયરની વહીવટ કારણોસર હાંસોટ તાલુકાના ટીડીઓ તરીકે બદલી કરી દેવામાં આવી હતી અને નેત્રંગના નવા ટીડીઓ તરીકે સાબરકાંઠા જીલ્લા પંચાયત નાયબ ચીટનીસ તરીકે ફરજ બજાવતા રફીક મહંમદ મલેકની નિયુક્તી કરવામાં આવી હતી. પોતાની ફરજ માટે નેત્રંગ તા.પંચાયત કચેરી આવી પહોંચતા નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા, ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, સંગઠન મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા અને ગામે-ગામ સરપંચોએ ફુલહાર પહેરાવી સ્વાગત કયુઁ હતુ.
Advertisement